પ્રાણીઑ અને તેમનાં બચ્ચાઑ
૧) ગાયનાં બચ્ચું “વાછેરું “કહેવાય.
૨) ભેંસનાં બચ્ચું “પાડું” કહેવાય.
૩) ઘેંટાનાં બચ્ચાને “ગાડરું”કહેવાય.
૪) બકરીનાં બચ્ચાંને “લવારું” કહેવાય.
૫) કૂતરાનાં બચ્ચાને “ગલૂડિયું” કહેવાય.
૬) બિલાડીનાં બચ્ચાને “મીંદડું” કહેવાય.
૭) ઘોડાનાં બચ્ચાને “વાછેરું” કહેવાય.
૮) ઊંટનાં બચ્ચાને “બોતડું” કહેવાય.
૯) હાથીનાં બચ્ચાને “મદનિયું” કહેવાય.
૧૦) ગધેડાનાં બચ્ચાનાં “ખોલકું” કહેવાય.
૧૧) મરઘીનાં બચ્ચાને “પીલું” કહેવાય.
૧૨) સાપનાં બચ્ચાને “કણા” કહેવાય.
૧૩ ) સિંહનાં બચ્ચાને “સરાયું અથવા ભુરડું” કહેવાય છે.
“પારિજાત”
Posted on જાન્યુઆરી 30, 2014, in પારિજાતનાં ફૂલ. Bookmark the permalink. 7 ટિપ્પણીઓ.
હા એ બધું તો સાંચુ
પણ આ બધા બોલે તેને શું કેવાય ?
ગાય – ભેંસ : ભાંભરે
ઘો ડો : હણ હ ણે
સિંહ : ગર્જના કરે
ચકલી : ચી ચી કરે
મોર : ટહુકે
કબુતર : ઘુ ઘુ કરે
….. વગેરે..
– મિતેષ આહિર
મીંદડીનું બચોળિયું ને ઘોડીના બચ્ચાને વછેરું કહે છે.
ગાય ભાંભરે, ભેંસ રણકે, બકરીનું બેંબેં; બિલાડીનું મ્યાંઉં, ઉંદરનું ચૂંચૂં; શિયાળ લાળી કરે, ઊંટ ગાંગરે,…..
પક્ષી ચહેકે, ફૂલ મહેંકે, ભમરો ગુંગું ગુંજે, મધમાખી ગણગણે ?
સિંહ નાં બચ્ચા ને શું કેહવાય ?
માનનીય શ્રી, હું જુનાગઢનાં ગામડામાં મોટી થયેલી. અમારા ગામનાં પાદર અને કાળીયા ઠાકરની હવેલી સુધી સિંહણ તેનાં બચ્ચા સાથે ફરતી ફરતી આવી જતી, ત્યારે “સરાયા આવ્યાં, સરાયા આવ્યાં” ની બૂમ થઈ જતી. તેથી આજે પણ અમે સિંહનાં બચ્ચાને “સરાયું” ને (એક બચ્ચું હોય તો અને વધુ હોય તો સરાયા) નામે ઓળખીએ છીએ. પણ લોકબોલીની દૃષ્ટિએ આ શબ્દ આજે બહુ પ્રખ્યાત નથી.
પૂર્વી બહેન “સરાયું “કદાચ તે તળપદી ભાષાનો શબ્દ હોય શકે પરંતુ તેના માટે યોગ્ય શબ્દ “ભુરડું” છે.
વાઘના બચ્ચાંને શું કહેવાય?
એન્જોયો…..
http://evidyalay.net/archives/110287