મારા વિષે.

    હું પારિજાત (મૂળ નામ) સમી…… પૂર્વી ……મારા પરિવાર સાથે ફિલાડેલ્ફિયામાં રહું છું. મને મહેંકવું અને ચહેંકવું ગમે છે, તેથી વર્ષા હોય કે વાદળ હોય, કે હોય તડકો તાતો પણ દરેક ઋતુમાં મને ખીલવું ગમે છે. ખીલવા માટે મને શબ્દોનો સાથ, શબ્દોનો સંબંધ અને શબ્દોની મિત્રતા તો મને અતિશય ગમે છે. પણ સમયનાં અભાવે મને ક્યારેય મારો પોતાનો બ્લોગ ખોલવા માટે ઈચ્છા થઈ ન હતી. પરંતુ મારે ઘણું બધુ લખવું છે, ઘણું બધુ કહેવું છે અને ઘણું બધુ શીખવું છે તેથી મારી ઇચ્છાને જાણતા મારા મિત્ર “સમન્વય અને અનોખા બંધનવાળા” ચેતુબહેન શાહ અને મારી દીકરી નિમ્મીની (ઘરનું નામ) ઘણી જ ઈચ્છા હતી અને આગ્રહ હતો કે હું આ બ્લોગની શરૂઆત કરું. પરંતુ દરેક વખતે મારી ના જ રહેતી હતી. આથી તેઓ મને કહેતા કે આપ બ્લોગ તો ખોલો….. જો આપને તે બ્લોગની સફર ન ગમે તો આપ બ્લોગ બંધ પણ કરી શકો છો આથી ચેતુબેન અને દીકરી નિમ્મીનાં માર્ગદર્શન અને સહકારે ૨૩મી જુલાઇએ આ બ્લોગની શુભ શરૂઆત થઈ.

   મારા આ બંને મિત્રોનાં માર્ગદર્શનને કારણે, પારિજાતને આ બ્લોગજગતમાં તેનું પોતાનું અસ્તિત્વ મળ્યું. આ બ્લોગ ખોલતાં જ “દાદીમાની પોટલી” વાળા શ્રી અશોકભાઇ દેસાઇની અને “ચંદ્રપૂકાર”વાળા શ્રી ચંદ્ર અંકલની શુભેચ્છાઑ અને પ્રોત્સાહન રૂપી સુંદર ભેંટ મળી. મારે મારા આ બ્લોગમાં મારા સાથી શબ્દોની વિવિધ રચનાઓને, મારા અનુભવોને, અને મારા વિચારોને આપ વાંચક મિત્રો સાથે વહેંચવા છે. શું આપ સૌ વાંચક મિત્રો મને સાથ આપશો? કારણ કે આપનો સાથ, સહકાર અને સૂચન મને મારા કાર્યમાં આગળ વધવાની પ્રેરણા આપશે. હું પૂર્વી …….પારિજાતની કુંજે આપના આવવાની રાહ ચોક્કસ જોઈશ. આપ મારા નવા મિત્ર બનીને આવશો ને?…

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

  1. Hey Purvi
    Is this your Blog ?
    Congratulations !
    All the Best !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar !

  2. આજે ફરી આવ્યો અહીં….”એબાઉટ”માં આજે શબ્દો વાંચી ખુબ જ આનંદ થયો.

    જ્યાં “ચહેરો” ના ત્યાં આજે “શબ્દોરૂપી” ચહેરો છે.

    ૨૩મી જુલાઈની તારીખ અને ૨૦૧૩ની સાલ “પારિજાત”માટે હંમેશ યાદગાર રહેશે.

    એક વર્ષની યાત્રા ક્યારે પુર્ણ થશે એનો જરા પણ ખ્યાલ ના રહેશે….એ દિવસ માટે વાટ !

    બ્લોગ શરૂ કર્યા માટે “અભિનંદનભરી શુભેચ્છાઓ” !

    આ શબ્દોમાં મને અને મારા બ્લોગ “ચંદ્રપૂકાર”ને જોડ્યા એ માટે ખુશીભર્યો આભાર.

    ચંદ્રવદન અંકલ

    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    I will see you & your Readers at Chandrapukar !

  3. ગુજરાતી બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત ! આપ વિવિધ વિષયો ઉપર આપના વિચારો વહેચતા રહો આપને જરૂર સહકાર મળતો રહેશે !

  4. પ્રીતીબેન, આપના બ્લોગની મુલાકાત લઈને અને પરિચય વાંચીને ખુબ આનંદ થયો .

    આપના શબ્દોમાં શક્તિ છે. આપની ભાષા પ્રીતિ માટે અભિનંદન .

    બ્લોગ માટે અનેક શુભેચ્છાઓ .

  5. સરળતાથી નિખાલસતા ખેંચાઈ આવે છે, જેનાથી મન પ્રસન્નતા અનુભવે છે. આ બધાને એક અક્ષરમાં કહેવું હોય તો તેને “પારીજાત” કહેવાય. આ મારી સમજ છે. સુંદર બ્લોગ ને સરળ લખાણ !

  6. પારિજાતનું ઝાડ ફૂલોની પથારી થઈ જાય તેટલું વરસી પડે છે. અત્યંત નાજુક અને દ્વિરંગી આ ફૂલો પુષ્પજગતનું આશ્ચર્ય છે. એને પાણીમાં રાખવાથી વધુ સમય સુધી ટકે છે પણ સુગંધ અને કોમળતા ગુમાવે છે. તમારો બ્લૉગ પારિજાત નામકરણ પામીને મહેંકતો રહે તેવી આશા.

    તમારા બ્લૉગ પરનું વિષયવૈવિધ્ય તમને યશ અપાવનારું બની રહેશે. એને વધુમાં વધુ વાચકોમાં પ્રસરાવો.

  7. ફુલો ફળૉ ફ્ળો… ..પૂરવી બેન ….
    “મુરાદેં હો પૂરી સજે હર તમન્ના
    સફલતાકી દુનિયામેં તુમ ચાંદ બનના”
    -લા’ કંત / ૨૭.૭.૧૪

  8. બેન પૂર્વી
    મહેંકતા રહો અને ચહેંકતા રહો ખીલતા રહો .

  9. પૂર્વીબહેન, બ્લોગર મિત્ર ડો. ચંદ્રવદનભાઈ દ્વારા આપના બ્લોગની જાણ થઈ. હું પોતે પણ બ્લોગ જગતમાં નવો નિશાળીયો જ છું. હવે ચોક્કસ મુલાકાત લેતો રહીશ. પારિજાત મહેકતો જ રહે એ માટે અનેક શુભેચ્છાઓ.

  10. પૂર્વીબહેન,
    તમારા બ્લોગ ‘પારિજાત‘ ને મારી અનેક શુભેચ્છાઓ. ખૂબ ખૂબ અભિનંદન!

  11. પૂર્વીબેન,
    ગુજરાતી બ્લોગ જગતમાં હંમેશા મહેકતા, ચહેકતા, દહેકતા, લહેકતા, બહેકતા અને ટહૌકતા
    રહો – કિશોર પટેલ – શબ્દ્સેતુ-ટોરોન્ટો-કેનેડા

  12. તમારા ઘણા લેખો વાંચ્યા છે. આ બ્લોગ ઉપર તો આજેજ આવ્યો. બહુ સુંદર છે.

  13. પૂર્વીબહેન,
    તમારા બ્લોગ ‘પારિજાત‘ ને મારી અનેક શુભેચ્છાઓ. ખૂબ ખૂબ અભિનંદન!

  14. પહેલી જ વર તમારા બ્લોગની મુલાકાત લઉં છું.હજુ કોઈ લેખ વાંચ્યો નથી. પણ આટલામાંજ સુવાસ અનુભવી.
    આગે આગે …. ગોરખ જાગે !

  15. સુશ્રી ચેતુબેન એટલે ભારતીય સંસ્કૃતિની સંસ્કારવાડી…આપને તેમના જેવા સહૃદયીની પ્રેરણાના પીયુષ મળ્યા છે. આપનો પોતાનો ઉમંગ ને સંદેશ સઘળું પારિજાતના પૂષ્પસમ સ્નેહભર્યું, બ્લોગ જગતમાં લહરે છે…મુલાકાતથી ખૂબ જ આનંદ થયો.

    રમેશ પટેલ(આકાશદીપ)

  16. પરિચયમાં પારિજાતની સુવાસ લેતા નમસ્તે.
    મારા કાવ્ય પરના પ્રતિભાવ માટે આનંદ અને આભાર.
    સરયૂ પરીખ

  17. ગુજરાતી ભાષામાં પારિજાત ખૂબ ફૂલે ફાલે…. સદૈવ ચહેકે અને મહેકે …. સપ્રેમ હાર્દિક શુભેચ્છાઓ!

  18. બહુ સરસ લખો છો, તમારા બ્લોગની મુલાકાત લેતો રહીશ.

  19. કાશ મને પણ આવું લખતા આવડતું હોત તો મારા આંગણાંમાં પણ ચહેલ પહેલ હોત !

  20. PURVI BEN, I AM NOT AUTHOR OR ANY BLOCK CREATER. “DAVDA NU AGNU’ I READ YOUR 9 LEKH THAN FIND OUT PARIJAT THIS IS YOUR INDIVUAL LEKH. TO DAY 1ST TIME VISITED PARIJAT . READ ‘PURAN’ INTERESTING THING KNOW ABOUT PURAN, NOW CONTUNUES READ YOUR ALL PAST LEKH. WISH YOU BEST LUCK ,I AM 76 YRS OLD. READER. WOMEN SCIENTIST HANDLE OUR CHADRAYAN-2 GREAT. SAME YOUR PARIJAT WILL GO TO MOON. BEST LUCK.

Leave a reply to mitesh1ahir જવાબ રદ કરો